કૂંચી આપો બાઈજી – વિનોદ જોષી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કૂંચી આપો, બાઈજી !
તમે કિયા પટારે મેલી મારા
મૈયરની શરણાઈ જી !
કોઈ કંકુ થાપા ભૂંસી દઈ
મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢણની મરજાદા લઈ
મને પાંચીકડાં પકડાવો.
ખડકી ખોલો બાઈજી !
તમે કિયા કટાણે પોંખી મારા
કલરવની કઠણાઈજી !
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
મારી નદિયું પાછી ઠેલી !
મારગ મેલો બાઈજી !
તમે કિયા કુહાડે વેડી મારા
દાદાની વડવાઈજી !
આવું સુંદર ગીત તો ફક્ત માણવું જ રહ્યું છતાં જાણવાની ઈંતજારી વશ પુછુ કે ગાયક અને સંગીતકાર કોણ? સાંભળ્યાજ કરીયે એવું સુંદર ગીત આપવા બદલ ધન્યવાદ.
ખુદ ગીત્ કાર વિનોદ્ ભાઇ ના સ્વરે આ ગીત નુ પાન કર્ વાનો અમુલ્ય લહાવો મને મલ્યો ત્યાર થિ આ ગીત મારા માટે કૈક અનોખિ લાગણિ અને સ્પન્દનો નિ સુવાસ લઈ આવ્યુ છે . નિરજ ભાઇ કયા શબ્દો મા તમારો આભાર વ્યક્ત કર્વો? કોણે ગાયુ છે ખબર પડિ શકે ?
ટહુકો.કોમ પર પણ આ ગીત અન્ય સૂરોમાં સાંભળવાની આવી જ મજા આવી. ગુજરાતી સંગીત પ્રત્યેના પ્રેમની વહેંચણી માટે તમને ધન્ય છે નીરજભાઈ !
બાળ-વિવાહની કરુણતા આ ગીતમાં ધૉણી છે.
આફ્ર્રીન
આનો ગાયક અમર ભટ્ટ જ હોય. ગજબ.ગજબ.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ દિલમાં ચોંટી જાય છે.
અફલાતૂન.-આરપી.
નીરજભાઈ, આ ગીતના ગાયક અમર ભટ્ટ જ છે શક્ય હોય તો ગાયક કલાકાર તરીકે એમનું નામ મૂકવા વિનંતી.
આટલા સ્પષ્ટ ઉચ્ચારો સાથે ગાતા મેં હજી સુધી કોઈ ગુજરાતી ગાયક-ગાયિકાને સાંભળ્યા નથી.
ગાવામાં અનુસ્વારની પણ અનુભૂતિ – અદભૂત છે. અભિનંદન!
સુધીર પટેલ.
અમર ભટ્ટ – સંગીતકાર અને સ્વર. ડો. વિનોદ જોશી ના અદભુત સુંદર ગીતોમાંનું શિરમોર સમું આ ગીત. ધન્ય ધન્ય થઇ જવાય…મેં ગઈકાલે એને આજ સંગીતકારની તર્જ પર હેમાલી વ્યાસ-નાયક ના સ્વરમાં સાંભળ્યું. અદભુત અને વારંવાર સાંભળવું ગમે તેવું ગીત. ગુજરાતી ભાષાનું ગૌરવ.