આલ્બમ: આલાપ
સ્વર: મનહર ઉધાસ
0:00 / 0:00
ઢોલ ઢબૂક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ,
પિતળીયા લોટા માંજીને, ચળક્યું આખું ગામ.
બે હૈયાનાં દ્વાર ખૂલ્યાની ચીસ હવામાં પ્રસરી,
શ્વાસ ઢબૂરી ઓરડો સૂતો, જાગ્યું આખું ગામ.
કંકોત્રીમાં અત્તર છાંટી, ઘર ઘર નોતરાં દીધાં,
ભેટ સોગાતો થાળ ભરીને, લાવ્યું આખું ગામ.
ભીના વાને થાતાં વાલમ, દેશ થયો પરદેશ
ઘરનો ઉંબર તો શું છોડ્યો, છોડ્યું આખું ગામ.
એકમેકનાં વિશ્વાસોને ઠેસ જરાસી વાગી,
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.