આલ્બમ: અભિનંદન
સ્વર: મનહર ઉધાસ
જીવનમાં જો દુ:ખો હોયે તો જીવન મદિરાધામ થઇ જાયે,
આ દિલ સુરાહી ને નયન જામ થઇ જાયે.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું,
જો કીકી રાધા થઇ જાયે તો કાજળ શ્યામ થઇ જાયે.
કાજળ ભર્યાં નયન નાં કામણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે
કે ઝેર પણ ગમે છે, મારણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…
દિલ તો હવે તને શું દુનિયાને પણ નહિ દઉં
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરી ને
છે ખુબ મહોબત્તીની માલણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…
‘ઘાયલ’ મને મુબારક આ ઉર્મીકાવ્ય મારાં
મેં રોઇને ભર્યાં છે એ રણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…