આલ્બમ: દર્પણ
સ્વર: મેઘના ખારોડ
0:00 / 0:00
આવી મજા હર તર્કમાં તમને મળ્યા પછી,
જીત્યાં ગગનને શર્તમાં તમને મળ્યા પછી.
ચાહત હતી કે જીંદગી જીવન બની મળે,
જીવન મળ્યું તુંજ અર્થમાં તમને મળ્યા પછી.
તું ચેતના, તું અર્ચના, તું સાધના બધી,
ઈશ્વર મળે છે અર્જમાં તમને મળ્યા પછી.