લાગી રે લગન પિયા તોરી – રાજેન્દ્ર શાહ

આલ્બમ: Gujarati Classics

સ્વર: મન્ના ડે



લાગી રે લગન,
પિયા, તોરી લાગી રે લગન.

રેણ રે ઝૂમેલી બરિખન માસની
રૂમઝૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંચલ ભમતી રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભાર
વીજને તેજે તે પેખું પંથને
ઉરમાં એક રે અગન.

તમરાં બોલે રે તરુવરપુંજમાં
જલપે ઝરણાં હજાર
અડધી રાતેયે મનનો મોરલો
મારો ગાયે રે મલ્લાર
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન