સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય



સ્હેજ ટીપું અડયું ને હું તો દરિયો થઈ ગઈ
હવે ગોતશો મા કોઈ મને ધૂળમાં..

અલ્લડ મિજાજ મારા, તાળાંની બહાર હવે
ખીંટી ટિંગાળ્યું ઘર ખાલી રે,
મરજાદી ખોરડું કઈં એવું બાંધ્યું કે
રેઢો મૂકીને દેહ હાલી રે..

સ્હેજ રજકણ અડયુંને હું તો પ્હાડ થઈ ગઈ,
હવે ગોતશો મા કોઈ મને ધૂળમાં..

નડતર બનીને ઉભાં ભીનાં પવાનીયાની
આડશને આઘી હડસેલી,
ગોફણ વીંઝીને નભ સોંસરવી ફેંકી દઉં
વાત બધી કાનમાં કહેલી..

સ્હેજ પીંછું અડયું ને હું તો આગ થઈ ગઈ,
હવે ગોતશો મા કોઈ મને ધૂળમાં..