રહું છું પલાખાની – અશરફ ડબાવાલા

કવિ દ્વારા પઠન

0:00 / 0:00


રહું છું પલાખાની બારા ને બારા
છતાં મેળવું છું હું તાળા ને તાળા

હું માણસ થઈ માણું છું વધઘટ સમજની
ને સંતો બિચારા છે શાણા ને શાણા

ખજુરો હશે તો ના સીવીશ હું પહેરણ
નકામા ભલે જાય તાકા ને તાકા

મને એમ કે મેં વણી લીધી ચાદર
ને જોયું તો એમ જ છે ધાગા ને ધાગા

છતાં અડધાં પડધાં મળે સૌને ‘અશરફ’
ભલે કોઈ પાસે છે આખા ને આખા