હે રંગલો – અવિનાશ વ્યાસ



હે રંગલો, જામ્યો કાલીંદી ને ઘાટ,
છોગાળા તારા, હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

હે હાલ હાલ હાલ…
વહી જાય રાત વાત માં ને, માથે પડશે પ્રભાત,
છોગાળા તારા, હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

હે રંગરસીયા…
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા.
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને લડશે તારી જશોદા તારી માત…
છોગાળા તારા, હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

મારા પાલવ નો છેડલો મેલ, છોગાળાઓ છેલ
કે મન મારું મલકે છે.
હે તું તો છોડવો ને હું તો વેલ, તું મોરલો હું ઢેલ,
કે મન મારું ઘડકે છે.