સ્વર: આશા ભોંસલે
હે સાબદા રે’જો રે સાબદા રે’જો…
હે ભાણા પટેલની ભાણકી આવે…
હેજી લુટ કરવા એના નિસર્યા લોચનીયા
ભઇ પાઘડીનો પહેરનાર ક્યાંથી ત્યાં ફાવે
હે ભાણા પટેલની ભાણકી આવે…
અંગના ફાગણીયાનો રંગને ફંગોળતી
ખભે દાંતરડું ને થરને ઢંઢોળતી
મારગના તાજ તણખલાને તોડતી
દાત્યુંની ભીંસમાં ચાવતી આવે
હે ભાણા પટેલની ભાણકી આવે…
છુંદને છુંદેલ એના તનડાનો ઘાટ
શરમે સંતાયો ‘લી પુનમની રાત
લીલુડાં વન જેવું મન હરીયાળું કે
મોરલા ઉડતાં આવે ને જાવે રે
હે ભાણા પટેલની ભાણકી આવે…
ઉડતી ઓઢણીયુંમાં દુનીયા ડુબોડતી
કઇ મન તોડતી ને કઇ મન જોડતી
એનાં લટકા ને મટકાના ઝટકાનું જોર
તો ગામના ગોવાળીયાને એવું તો ભાવે રે
હે ભાણા પટેલની ભાણકી આવે…
હે સાબદા રે’જો રે સાબદા રે’જો…
હે ભાણા પટેલની ભાણકી આવે…