આલ્બમ: અવસર

સ્વર: મનહર ઉધાસ



જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનો એ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનીયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફોતો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતું
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નીરાશા જાગે ગઇ.