આલ્બમ: પાંદડું લીલુંને રંગ રાતો

સ્વર: નિશા ઉપાધ્યાય, પ્રફુલ્લ દવે



હે મણીયારો તે હલુ હલુ થઇ રે વીયો
હે મુજા દલડા ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો..

હે અણીયાળી રે ગોરી તારી આંખડી રે
કાંઇ હું રે આંજેલ એમાં મેંશ રે
છેલ મુજો હાલારી મણીયારો
કે ભેણ મુજો પરદેશી મણીયારો…

હે મણીયારે તે કળાયેલ મોરલો રે
કાંઇ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો પરદેશી મણીયારો…

હે પનીહારીનું ઢળકંતુ બેડલું ને
કાંઇ હું રે છલકંતુ એમાં મીર રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો…

હે મણીયારો તે અડાવીડ આંબલો રે
કાંઇ હું રે કોયલડી નો કંઠ રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો પરદેશી મણીયારો…

હે મણીયારો તે હલુ હલુ થઇ રે વીયો
હે મુજા દલડા ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો…