આલ્બમ: હળવે હાથે
સ્વર: જયેશ નાયક
0:00 / 0:00
રહેવા ન કોઈ સ્થાન હતું, કોણ માનશે?
તો પણ અમારું સ્થાન હતું, કોણ માનશે?
એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે?
નૈયા અમારી ગર્ક થવા લાગી ત્યાં સુધી,
બીજે અમારું ધ્યાન હતું, કોણ માનશે?
લૂંટાયો તોયે કંઈ વ્હારે ન આવ્યું,
પડખે બધું જહાન હતું, કોણ માનશે?
મારા પતનની પેરવી કરતુતું એ ‘જલન’,
મારું જ ખાનદાન હતું, કોણ માનશે?