Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, પાર્થિવ ગોહિલ > ગભરૂ આંખોમાં – અમૃત ‘ઘાયલ’

ગભરૂ આંખોમાં – અમૃત ‘ઘાયલ’

August 20th, 2009 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંયે વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે
હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે, પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

સારા-નરસાંનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઉલટથી તે ગઈ જવામાં લિજ્જત છે.

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    August 20th, 2009 at 13:19 | #1

    શ્રી ઘાયલ સાહેબને સલામ અને શ્રી પાર્થિવ ગોહિલને અભિનદન, આપનો આભાર…….

  2. August 20th, 2009 at 13:29 | #2

    મજાની ગઝલ… ગાયકી પણ સરસ…

  1. No trackbacks yet.