Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ, શૂન્ય પાલનપુરી > એક મયખાનું ચાલે છે – શૂન્ય પાલનપુરી

એક મયખાનું ચાલે છે – શૂન્ય પાલનપુરી

August 21st, 2009 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“જો સુર પીવીજ હોય તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ,
ખુબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ.”
-અમૃત ઘાયલ

એક મયખાનું ચાલે છે આલમ મહીં,
ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે;
દ્રષ્ટિ વાળા ફક્ત પી શકે છે અહીં,
ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે.

પાપને પુણ્ય જેવું કશુંય નથી,
માત્ર નીતિના મૂલ્યાંકનો છે જુદાં;
ખુબ સમજી લે મન તારા કર્મો થકી,
તું જ ખુદ સ્વર્ગ કે નર્ક નું ધામ છે.

જળની ધારા ગમે તેવા પાષણને,
એકધારી પડે તો જ ભેદી શકે,
ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે,
યત્ન કર ખંતથી એ જ પેગામ છે.

થઈ ગયા સાચ ને જુઠના પારખા,
મિત્ર પડખે નથી શત્રુ સામે નથી;
ઓ મુસીબત અમારી સલામો તને,
આજ તારા પ્રતાપે જ આરામ છે.

‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે,
એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે?
પ્રેમની નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે,
કર્મ નીસ્વાદ છે ભક્તિ નિષ્કામ છે.

Please follow and like us:
Pin Share
  1. Prashant
    August 22nd, 2009 at 05:39 | #1

    wow so nice guzal, can i ask u some Mr. Palanpuri Album Name? I want a Purchase Then Plz. Send me Some Detail.

  2. August 25th, 2009 at 09:50 | #2

    ગઝલ ના એક એક સબ્દો જિવન મા ઉતારિયે તો મને નથિ લાગતુ કે કો કથાકાર ના પ્રવચન મા જાવુ પડે.

  3. Maheshchandra Naik
    August 29th, 2009 at 04:31 | #3

    સરસ ગઝલ અને સરસ ગાયકી……..

  4. મિલિન્દ
    December 8th, 2009 at 17:45 | #4

    વાહ વાહ …

  5. Gulab Mistry
    November 8th, 2011 at 19:17 | #5

    વાહ અમરતભાઈ
    ગઝલનો કમાલ દિલ સોસરવો ઉતરી ગયો
    હવેથી સુરજ અને ચંદ્રનો જામ પીને મસ્ત થવાની પળ ખુલી ગયી છે
    અમરતજી, તમે ખરેખર ગઝલકારમાંથી પયગંબર બની ગયા

    ગુલાબ મિસ્ત્રી

  1. No trackbacks yet.