Home > ગીત, નયન પંચોલી, ભાસ્કર વોરા > સખી મધરાતે એકવાર – ભાસ્કર વોરા

સખી મધરાતે એકવાર – ભાસ્કર વોરા

September 1st, 2009 Leave a comment Go to comments

સ્વર: નયન પંચોલી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.

ગોકુલ મથુરાને દ્વારિકાની રજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..

ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..

Please follow and like us:
Pin Share
  1. September 1st, 2009 at 12:37 | #1

    સરસ ગીત છે.. લય અને ગાયકી બંને મજાના…

  2. જય પટેલ
    September 1st, 2009 at 16:58 | #2

    સખી પરનું એક ઔર મધુર ગીત સાથે
    શ્રી અનૂપ જલોટાની અદભુત ગાયિકી.

    સખી મને બહુ વ્હાલી..!!!

  3. Haribhai Parmar
    September 12th, 2009 at 18:20 | #3

    બહુજ સુન્દર ગિત – અનુપ જલોટા ને યાદ કરાવે

  4. September 13th, 2009 at 05:32 | #4

    woooow….. very nice !!
    my soooo fav. song, written by ?

  5. Janak Desai
    August 17th, 2014 at 20:05 | #5

    પાંચમી પંક્તિમાં ‘રાજ’ શબ્દ… ‘રજ’ હોવો જોઈએ.

  1. No trackbacks yet.