Home > ગીત, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા > મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જ્હા

મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જ્હા

August 26th, 2009 Leave a comment Go to comments

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેળાનું નામ ના પાડો તો સારું કે મારામાં મેળાની ભરતી,
મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી.

મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણાય જાણે ચીડમાં,
માણસની જાત એના સગાં ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં.
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી,
મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી.

મંદિરના ખોબામાં ઉભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું,
અધરાતે જન્મોનો ખોળ્યો ઉકેલ કશું કાન જેવું આભમાંથી ચમક્યું,
ભીની નજર મારી મોરલીની ધાર એમાં રાધાની વારતા કરતી.
મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળાની મારામાં ભરતી.

Please follow and like us:
Pin Share
  1. Mrudula I. Mehta
    August 26th, 2009 at 11:25 | #1

    Very Nice. Would like to hear again & again.

  2. August 26th, 2009 at 14:27 | #2

    સરસ રચના,કૈવિતા પણ મ્હેકે.

  3. Maheshchandra Naik
    August 26th, 2009 at 21:07 | #3

    “આપણા સંબંધો” ની બધી રચના શ્રી ભાગ્યેશ ઝાની સરસ છે અને સોલીભાઈની ગાયકી પણ યાદગાર બની રહે છે………કેસેટ વસાવવા જેવી છે…….

  4. September 1st, 2009 at 12:09 | #4

    mare bhajan song joye che. please sir mane “mahelo na vasi garabi su jaane” song joye che.

  5. Bharat Atos
    September 3rd, 2009 at 04:28 | #5

    વાહ!!!!!!! શું સરસ મજાનું ગીત!
    ભગવાન માટે “સગા ભગવાન” સંબોધન ખુબ ગમ્યું

  1. No trackbacks yet.