Home > અજ્ઞાત, ગઝલ, મનહર ઉધાસ > કો’ક દિ ફુરસદ મળે તો…

કો’ક દિ ફુરસદ મળે તો…

August 25th, 2009 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“જીવનમાં જ એની કબર થઈ ગઈ છે,
છું મારવાનો એવી ખબર થઈ ગઈ છે.
નથી શક્ય રજનીનું મળવું ઉષાથી?
સલામ આખરી કે સફર થઈ ગઈ છે.”

કો’ક દિ ફુરસદ મળે તો લે ખબર,
દિલ ઉપર વીતે છે શું તારા વગર?

પાનખરમાં પણ બહાર આવી ગઈ,
પ્રેમગીતોની અનોખી છે અસર.

આંખમાં તુજ યાદના આંસુ ન હો,
એક પળ વીતી નથી એવી પ્રહર.

એજ છે ‘રજની’ દીવાનો જોઈ લો,
ગાય છે જે ગીત ઉષાનાં દરબદર.

Please follow and like us:
Pin Share
  1. VINAYAK YAJNIK
    August 25th, 2009 at 10:53 | #1

    VERY INTERESTING…

  2. Maheshchandra Naik
    August 25th, 2009 at 19:10 | #2

    સ્રરસ ગઝલ અને સરસ ગાયકી, આભાર…………….

  3. March 30th, 2010 at 01:33 | #3

    કોક દી ફુરસદ મળે તો લે ખબર ના શાયેર છે રજની પાલનપુરી

  4. Ankur Patel
    January 27th, 2012 at 02:56 | #4

    આ શાયરી નાં રચયિતા રજની પાલનપુરી છે

  1. No trackbacks yet.