Home > ગીત, તુષાર શુક્લ, સોલી કાપડિયા > સાવ અચાનક – તુષાર શુક્લ

સાવ અચાનક – તુષાર શુક્લ

September 3rd, 2007 Leave a comment Go to comments

સ્વર: સોલી કાપડીઆ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાવ અચાનક મુશળધારે, ધોધમાર ને નવ લખધારે,
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા
કુંતલ કંઠે આવકારના પ્રિતગીત નભમાં લહેરાયા
ઉત્કટ મિલનની પ્યાસ લઇને, આલીંગન અણમોલ દઇને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઇએ, ભીંજાઇને ભંજાવા દઇએ
આજ કશું ના કોઇને કહીએ, મોસમ છે તો વરસી રહીએ
તરસ તણા ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખુલીને
હવે કોઇ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

Please follow and like us:
Pin Share
  1. September 4th, 2007 at 06:03 | #1

    ખુબ જ સુંદર ગીત…!
    આભાર

  2. September 5th, 2007 at 06:17 | #2

    દાવા છોડી લ્હાવા લઇએ, ભીંજાઇને ભીંજાવા દઇએ
    આજ કશું ના કોઇને કહીએ, મોસમ છે તો વરસી રહીએ

    વાહ! સાચે જ વરસવાનું મન થઇ ગયું !!!

  3. January 4th, 2008 at 21:04 | #3

    મને તો આમ સંભળાય છે: “ગેબને આરે આભ ઓવારે શ્યામલ…”

    સુંદર મજાનું ગીત… મજા આવી ગઈ!

  4. January 5th, 2008 at 08:17 | #4

    આભાર ઊર્મિબેન, ફરીથી સાંભળ્યું ધ્યાનથી તો તમે કિધું એમ જ સંભળાય છે. ઉપર સુધારી લિધું છે.

  1. No trackbacks yet.