Home > અભિષેક, ગઝલ, મનહર ઉધાસ > રહેવા દો હવે – રજની પાલનપુરી

રહેવા દો હવે – રજની પાલનપુરી

January 6th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:અભિષેક
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રહેવા દો હવે રોજની તકરારની વાતો,
બેસીને કરો કોઈ ‘દી તો પ્યારની વાતો.

બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,
રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો.

ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,
સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો.

આપ્યું ‘તું તને તેજ ગણી સ્થાન નયનમાં,
પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો.

‘રજની’ એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો.

Please follow and like us:
Pin Share
  1. January 7th, 2010 at 10:13 | #1

    aaahhh…વાહ વાહ…the evergreen gazal..

  2. kantibhai kallaiwalla
    January 27th, 2010 at 13:11 | #2

    I liked this Ghazal.It is one of the best Ghazals I love and like

  3. preeti
    February 17th, 2010 at 09:54 | #3

    ખુબ સુન્દર ક્રુતિ ,વાહ વાહ,મને બહુજ ગમિયુ,કણ્રૃપ્રિય્…….

  4. hasmukh m gala
    June 17th, 2011 at 21:41 | #4

    ગાયકોની યાદીમાં રજની પાલનપુરી નું નામ જ નથી એમની બધી ગઝલો નો રણકાર માં સમાવેશ કરવા નમ્ર વિનંતી

  1. January 6th, 2010 at 20:23 | #1