Home > અભિનંદન, આસીમ રાંદેરી, ગઝલ, મનહર ઉધાસ > કંકોત્રી – આસીમ રાંદેરી

કંકોત્રી – આસીમ રાંદેરી

March 23rd, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“કંઠસ્થ ગઝલો એમણે મારી કરીતો છે
એને પસંદ છો હું નથી શાયરી તો છે
વર્ષો પછી અમે બેસતાં વરસે દોસ્તો
બિજુંતો ઠિક એમની કંકોત્રીતો છે”

મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે
કાગળનો એનો રંગ છે ખિલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના બદનના જવાબ સમ
રંગીનીઓ છે એમા ઘણી ફુલછાબ સમ
જોણેકે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી
શિરનામ મારું કિધું છે ખુદ એના હાથ થી
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે
જ્યારે ઉઘાડી રીતના કંઇ ક્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
દુ:ખ છે હજાર તોય હજી એજ ટેક છે
કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

આસીમ હવે એ વાત ગઇ રંગ પણ ગયો
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એજ છું
ભુલી વફાની રીત ના ભુલી જવી મને
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

Please follow and like us:
Pin Share
  1. January 3rd, 2009 at 14:18 | #1

    Very good gazal.

  2. January 3rd, 2009 at 14:20 | #2

    Very good gazal.
    ખઉબ સરસ ગઝલ.

  3. ranjan pandya
    March 31st, 2009 at 02:24 | #3

    શ્રી નિરજભાઇ,
    બીજી કંકોત્રી—શબ્દો છે–‘શશિકાંત મારા લગ્નની કંકોત્રી આ વાંચજો’–
    જો કોઇ પાસે આ ગીતના શબ્દ હોય તો જરુરથી આપશો—!!
    રંજન પંડ્યા

  4. Hiren Rajyaguru
    April 29th, 2009 at 12:51 | #4

    ખુબ જ સરસ ગઝલ

  5. વિજયકુમાર કૌશલ
    April 30th, 2009 at 07:57 | #5

    બહુ સરસ ગઝલ સાંભળવા મળી. કંકોત્રી મળી… મનહર ઉધાસે ખૂબ સરસ ગાયુ છે. અફલાતુન…
    વિજય કૌશલ, અમદાવાદ

  6. PARMAR HEENA
    May 13th, 2010 at 07:45 | #6

    ekdum fine gajal che boss!! ema pan Manhar saheb no અવાજ એટલે ચાર ચાંદ લાગી ગયા!

  7. ravi patel (baroda)
    June 17th, 2010 at 06:20 | #7

    તારીફ કરવા શબ્દો નથી મળતા. શું કહું? ખુબ જ સુંદર.

  1. No trackbacks yet.