Home > ગીત, પ્રહર વોરા, પ્રહર વોરા, રાજેન્દ્ર શાહ, સમન્વય ૨૦૦૫ > ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

January 27th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:પ્રહર વોરા
સ્વર:પ્રહર વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર.

ભારનું વાહન કોણ બની રહે નહીં અલુણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન.
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર,
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

જલભરી દ્રગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલ.
નિબીડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર,
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર.
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર,
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

—————————————–
સાભાર: ઊર્મિસાગર

Please follow and like us:
Pin Share
  1. January 27th, 2010 at 12:53 | #1

    અરે વાહ નિરજ… હમણાં જ ગીતાંજલિ સ્પેશ્યલ વખતે આ ગીત મૂકેલું ત્યારે મને થયેલું જ કે કો’કે તો આને કમ્પોઝ કર્યું જ હશે, પણ મળ્યું ન્હોતું… મધુર ગાયિકી, મજા આવી.

    આ ગીતમાં ત્રીજો બંધ પણ છે.
    અહીં આખું ગીત વાંચો… http://urmisaagar.com/saagar/?p=3946

  2. January 27th, 2010 at 13:34 | #2

    Dear Niraj,

    Good bhajan and good voice of Prahar Vora
    Keep your good work.

    Rajendra
    http://www.yogaeast.net

  3. January 27th, 2010 at 16:33 | #3

    ક્દાચ અજીત અને નિરૂપમા શેઠે પણ આને જરા જુદી રીતે કંમ્પોઝ કરેલું.
    વર્ષો પહેલા સાંભળેલી એ ધૂન હજી ગૂંજે છે.

  4. January 27th, 2010 at 16:49 | #4

    નીરજ મારી પાસે અજીત શેઠના સ્વરાંકનવાળી જુની કેસેટ છે (૧૯૮૩).
    નિરુદ્દેશે (કવિ રાજે, રાજેન્દ્ર શાહ ગીતો), ગુજરાતી ગીત કાવ્ય શ્રેણી-૩, સંગીત ભવન
    કુલ ગીતો હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, નિરૂપમા અને અજિત શેઠે ગાયા છે.
    સાઈડ એ
    નિરુદ્દેશે સંસારે
    ઈંધણા વીણવા
    એઈ ચાંદા શુકર
    માઝમ રાતમાં અણદીઠી
    જયતુ જયતુ પુણ્ય ભારત
    કૉઈ સૂરનો સવાર
    સાઈડ બી
    અહો સુંદર શરદની રાત્રિ
    સંગમાં રાજી રાજી
    ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર્
    રે યાદ તારી
    કોઈ ન બીજું બોલે
    Sangeet Bhavan Trust
    First floor, Ismail Building
    Flora Fountain
    Bombay 400 023

  5. January 27th, 2010 at 16:59 | #5

    મૂળ ગીતમાં આ મુજબ છે—

    રંગધનુષની કોર
    દ્રગ સાગર પેખે
    કોકડું છે પણ રેશમનું એનું ઝીણું

  6. Maheshchandra Naik
    January 27th, 2010 at 18:21 | #6

    સરસ રચના,મનને સમજાવવા માટે ખુબ ઉપયોગી થાય એવુ છે…..

  7. January 28th, 2010 at 06:25 | #7

    yees, nice song, sung nicely.

    agree wid pancambai.. ! દૃગ = નયન

  8. January 29th, 2010 at 08:46 | #8

    આ કાવ્ય જિવન નો મર્મ સમજાવે, સુખ નિ વ્યાખ્યા કેતલિ વિશાલ કરિ દિધિ? દુખ ભુલવા નિ દવા બતાવિ દિધિ.

  9. Praher Vora
    June 14th, 2010 at 18:48 | #9

    Dear Friends; Namste my Pranams! I am very happy to know that my songs has been put on this site. I kindly request that please edit the speling pf my name. It’s “પ્રહેર” that is the part of ટીમે અંદ not “prahaar”. Thanks . મય regards to all.

  10. June 15th, 2010 at 07:52 | #10

    Sorry Praherbhai. Corrected it..

  11. harshadbrahmbhatt@hotmail.com
    March 10th, 2013 at 10:54 | #11

    Thanks

    Mike
    Thanks

  1. No trackbacks yet.