Home > અજ્ઞાત, ગીત > દાદા હો દીકરી..

દાદા હો દીકરી..

September 14th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ન દેજો રે સહી
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે… દાદા હો દીકરી

દિ એ દળાવે મને, રાતડીએ કંતાવે સહી,
પાછલે તે પરોઢે પાણીડાં મોકલે રે… દાદા હો દીકરી

ઓશીકે હિંઢોણી મારી પાંગતિયે સિંચણીયું રે સહી,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે… દાદા હો દીકરી

પીયુ પરણ્યો પરદેશ મારો, એકલડી આટુલી રે સહી,
વાટલડી જોતી ને આસું પાડતી રે… દાદા હો દીકરી

ઘડો ન ડૂબે મારું સિંચણીયું ના પૂગે રે સહી,
ઊગ્યો ને આથમીયાં કૂવા કાંઠડે રે… દાદા હો દીકરી

ઊડતાં પંખીડાં વીરા સંદેશા લઈ જાજો રે સહી,
માતા છે માયાળુ આસું સારશે રે… દાદા હો દીકરી

કૂવે ના પડશો દીકરી, અકોણીયાં ન ખાજો રે સહી,
અજવાણી આઠમનાં આણાં આવશે રે… દાદા હો દીકરી

કાકાના કાબરીયા ને મામાના મુંજડીયા રે સહી
વીરાના વાગડીયા વઢીયારે ઊતર્યા રે… દાદા હો દીકરી

કાકાએ સીચ્ચું મારા મામાએ ચડાવ્યું રે સહી
વીરાએ જઈ ફોડ્યું વઢિયારીને આંગણે રે… દાદા હો દીકરી

Please follow and like us:
Pin Share
Categories: અજ્ઞાત, ગીત Tags:


  1. September 14th, 2007 at 10:42 | #1

    એક્દમ સરસ ગીત છે.. અભાર્. આશાજી ના સ્વર મા પણ છે ..એ પણ એક્દમ સરસ છે..

  2. Purnima Kotiya
    November 19th, 2008 at 19:59 | #2

    ઘણા વખતથી આ ગીત શોઘતી હતી અને રણકાર મા મળી ગયુ. ખૂબ ખૂબ આભાર.

    પૂણિમા કોટિયા

  3. HIren Trivedi
    September 18th, 2009 at 11:16 | #3

    મારિ બહેનો કાય્મ મને આ ગિત ગાવા નુ કે ને રદે-પુરા સબ્દો ન હતાઆભાર્

  4. shiyani satish
    February 11th, 2011 at 06:35 | #4

    અત્યારે તો ગરવી ગુજરાત નહિ પણ સ્વર્ણિમ ગુજતત છે તો ગુજરાતી ભાસા ને મન આપી અને અત્યારે થી ના બાલકો ને ગુજરાતી ગીતો ગવડાવી ને આગળ લાવવા

  1. No trackbacks yet.