Home > ગીત, તુષાર શુક્લ, દર્શના ગાંધી, સંજય ઓઝા > મહોબ્બતથી – તુષાર શુક્લ

મહોબ્બતથી – તુષાર શુક્લ

November 10th, 2007 Leave a comment Go to comments

સ્નેહી મિત્રો,
સૌપ્રથમ તો આપ સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌ માટે ખૂબ મંગળકારી નિવડે એવી શુભેચ્છાઓ. આજે નવા વર્ષનાં પ્રારંભે ગુજરાતી બ્લોગ જગતમાં મારા પ્રિય મિત્ર ચેતનાબેનનાં બન્ને બ્લૉગ્સ શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પણ છે. તેમનાં બન્ને બ્લૉગ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. શ્રીજીએ વૈષ્ણવ ધર્મની અલભ્ય માહિતી પૂરી પાડી છે. જેના માટે શ્રીજીને ઈ-મહાપ્રભુજીનું બિરુદ પણ મળ્યું છે. જયારે સૂર~સરગમે પ્રસંગોનુસાર સૂરીલા ગીતો અને સુંદર સ્લાઈડ્સ સાથે આપણને સંગીતમાં તરબોળ કર્યાં છે. આજનાં આ શુભદિવસે તેમણે બીજા એક બ્લૉગ અનોખું બંધનની શરૂઆત પણ કરી છે. તેમની આ સૂર સંગીતની મહેફીલ આમ જ સલામત રહે અને અનોખું બંધન આપણને સૌને જોડી રહેનારું બની રહે એ શુભેચ્છા સાથે આજનું ગીત ચેતનાબેનને અર્પણ…

સ્વર: સંજય ઓઝા, દર્શના ગાંધી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મહોબ્બતથી મહેક્યાં આ ગુલશન,
આ ગુલશન સલામત રહે
સૂર શબ્દો તણી આજની આ,
આ મહેફિલ સલામત રહે…
મહોબ્બતથી…

રહે ચાંદ ઝીલમીલ સીતારા રહે,
લહેર સંગ એના કિનારા રહે
તમારાં રહે ને અમારાં રહે,
ગીત હોઠોં પર પ્યારા રહે…
મહોબ્બતથી…

આ ગઝલોનું યૌવન,આ ગીતોનું ઉપવન
સદાયે સભર કરતું રેહવાનું જીવન
આ સૂરતાલ સરગમ રહે ગુંજી હરદમ
આ રોશન શમા જલતી રેહવાની મધ્યમ
તમારી પાસે આ ઘાયલ જીગર ને,
જીગરની જમાનત રહે…
મહોબ્બતથી…

હો.. સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર
વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર
અમે તો જશું ને નવા આવશે પણ
ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ
યાદ જગને અમારી સૂરીલી સૂરીલી,
સૂરીલી બગાવત રહે…
મહોબ્બતથી…

Please follow and like us:
Pin Share
  1. November 10th, 2007 at 10:13 | #1

    પ્રિય નિરજભાઇ, આજે આપના તરફ થેી આ ભેઁટ મેળવેી ને મને ખુબ જ ખુશેી થઇ છે..આપનો ખરા અંત્ઃકરણ પુર્વક ખુબ ખુબ આભાર.. આપણેી મૈત્રેી નુ અનોખુબ્ંધન અમર રહે એવેી અભ્યર્થના…!

  2. Dhwani
    November 10th, 2007 at 12:24 | #2

    VAH NIRAJ…KHUB J SARAS GIT CHHE…BILKUL CHETUDIDI NA BLOG NE ANURUP… HAPPY NEW YEAR.

  3. November 10th, 2007 at 14:55 | #3

    very nice poem
    best of luck for chetnaben too

  4. November 10th, 2007 at 17:59 | #4

    Thank you for the very nice song.

  5. himanshu
    November 11th, 2007 at 02:56 | #5

    ુGujarati sond in quaali form very nice listening experiance.It does provide change from sugam sangeet and geet in tradtional formate.I would like to know,who composed it?and one more point also Tushar Shukla’s work has been published.Recently I came across a news report about publication his Garaba.So I think it will help listeners,in case if they prefer hard copy.Thanks about Chetnaben’s new activities,I will visit routinly.-himanshu.

  6. ramesh shah
    November 11th, 2007 at 11:47 | #6

    શુભેચ્છા સહ આપેલી આ સુંદર ગીત રૂપી ભેટ ખરેખર અણમોલ છે. ગીતના શબ્દો,ગાયકો અને સંગીત નો સુંદર સમન્વય.

  7. November 13th, 2007 at 07:21 | #7

    DEAR NIRAJ,
    I AM THANKFUL TO YOU AND LOVE THE WORK YOU ARE DOING WITH MUSIC TO LISTENERS LIKE ME.
    ALSO CHETANA AND JAISHREE ARE DOING GREAT JOB,
    MY COMLIMENTS TO PUT THIS SONG AND DADICATE WHEN “ANOKHU BANDHAN IS COMMING TO TIE ALL BLOGERS AND SURFERS IN THE MUSIC WORLD.
    BEST YET TO COME!
    RAJENDRA

  1. No trackbacks yet.