કસમ દીધાં છે મને જ્યારથી – મેઘબિંદુ

આલ્બમ: સબંધ

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય



કસમ દીધાં છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચુપ,
પણ સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ.

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી,
મીઠી મીઠી યાદો ને સુગંધો મને વીંટળાતી,
મળું તને હું તુજમાં ત્યારે થઈ જતો તદરૂપ.
કસમ દીધાં છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચુપ.

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે,
સ્મિત તણા એ જળથી મારા જીવતરને ભીંજવે,
મળ્યું મને ના જોવા કો’દિ કોઈનું એવું રૂપ.
કસમ દીધાં છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચુપ.