આલ્બમ: આવાઝ
સ્વર: મનહર ઉધાસ
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સૌ આશા રાખે છે
દવામાં ને દુઆ માં માત્ર વિશ્વાસ રાખે છે
ઉઘાડી આંખથી સંબધ છે માનવી આ દુનિયાને
જરૂરતથી વધારે ઘરમા કોણ લાશ રાખે છે.
હોઠ પર આવીને અટકેલી દુઆ છે જિંદગી
કોઇના જાણે જગતમાં એ કથા છે જિંદગી
કેટલાં વર્ષો વિત્યા છે, ભાળ પણ મળતી નથી
આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી
એક દિ મુજને કહ્યુંતુ એક ફકીરે સાન મા
જીવતાં જો આવડે તો એક કળા છે જિંદગી
કંઇ નથી આ જિંદગી કિસ્સો છે ખાલી હાથનો
જે કંઇ છે એ ફક્ત ઇશ્વર દયા છે જિંદગી
હોઠ પર આવીને અટકેલી દુઆ છે જિંદગી
કોઇના જાણે જગતમાં એ કથા છે જિંદગી