કોઈ શબ્દોની સમજ – રવિ ઉપાધ્યાય

સ્વરકાર: પ્રકાશ ઉપાધ્યાય

સ્વર: પાર્થિવ ગોહિલ



પ્રસ્તાવના: ડો. જગદીપ ઉપાધ્યાય

કોઈ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે.

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે.

કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે.

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં
ફૂલની પિછાણ તો અત્તરથી પડે.

લાગણીનું પણ સદા એવું જ છે
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે.

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’
રામ નામે સેતુ તો પથ્થરથી બને.