સ્વર: લતા મંગેશકર
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…
જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…