Home > અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગીત, વિનોદ જોષી, સમન્વય ૨૦૦૫ > કુંચી આપો બાઈજી – વિનોદ જોશી

કુંચી આપો બાઈજી – વિનોદ જોશી

April 22nd, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કુંચી આપો બાઈજી,
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી?

કોઈ કંકુ થાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો,
ખડકી ખોલો બાઈજી,
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી,
મારા મૈયરની શરણાઈજી..

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદીયું પાછી ઠેલી,
મારગ મેલો બાઈજી,
તમે કિયા કુહાડી વેડી મારા દાદાની વડવાઈજી,
મારા મૈયરની શરણાઈજી..

Please follow and like us:
Pin Share
  1. April 22nd, 2010 at 06:52 | #1

    ખૂબ જ જાણીતી અને સુંદર રચના…

  2. jay shah
    April 22nd, 2010 at 18:10 | #2

    very meloldious

  3. April 22nd, 2010 at 18:24 | #3

    ગમતા કવિ અને ગમતા સંગીતકારનું સુમધુર સંયોજન.

  4. April 22nd, 2010 at 18:30 | #4

    લોકગીતનાં દરજ્જાનું ગીત.

  5. mahendra
    January 29th, 2012 at 20:26 | #5

    Beautiful Kavita and Singer

  1. No trackbacks yet.