Home > અજ્ઞાત, ગીત, પ્રફુલ્લ દવે > જાગ રે માલણ જાગ…

જાગ રે માલણ જાગ…

December 20th, 2007 Leave a comment Go to comments

સ્વર: પ્રફુલ દવે
સંગીત: મહેશ – નરેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ
—————————————
ફરમાઈશ કરનાર મિત્ર: દિગીશા

Please follow and like us:
Pin Share
 1. Vipul
  December 20th, 2007 at 12:36 | #1

  Wow….touch to heart…..really very nice and what a fentastic lyrics and music…one of the great gujarati Geeeeet…..

 2. સુરેશ જાની
  December 20th, 2007 at 14:25 | #2

  સરસ ગીત, અને સ્વર રચના. લેખક, ગાયક, સંગીતકારની માહીતી હોય તો લખજો.
  ‘માલણ’ શબ્દ શેનું / કોનું રુપક છે, તે ન સમજાયું.

 3. December 21st, 2007 at 05:02 | #3

  પહેલીવાર આજે આ ગીતના શબ્દો વાઁચ્યા. બહુ જ સરસ ગીત છે.
  ગાયક શ્રી પ્રફુલ્લભાઇ દવે લાગે છે.

 4. December 21st, 2007 at 09:12 | #4

  વાહ્.. સરસ ગીત આપ્યુ તમે નીરજભાઇ… આભાર.

 5. December 21st, 2007 at 11:07 | #5

  દાદા અને કેતનભાઈ,

  સ્વર પ્રફુલ દવે નોજ છે. આવા ઘણા ગીતો ખૂબ જ જુનાં હોવાથી તેમજ મારી પાસે રેકોર્ડ કરેલી કેસેટ્સમાંથી રૂપાંતર કરેલા હોય છે. કેસેટ્સમાથી લીધેલ હોવાના લીધે જ ધ્વનિની ગુણવત્તા પણ બહુ સરસ હોતી નથી. તેમજ ઘણીવાર લેખક કે ગાયક વગેરેની માહિતી મેળવવી મુશ્કેલ બને છે. કોઈની પાસે એ માહિતી હોય અને જો ખુટતી કડીઓ જોડી શકાય તો હું ઘણો આભારી રહીશ.

 6. December 22nd, 2007 at 10:04 | #6

  hi dear…thanks 4 my “farmahiss”…..મે વાચ્યું આ માલણ માટે…કોઇ ને સમજ નથી પડતી???તને પડી…?મારુ મન એમ કે છે..જ્યારથી આ ગીત સાંભળતી આવી ત્યારથી કે…માલણ એ ફૂલડા વિણે એ…અને એને એના ફૂલડા જે ઉગ્યા છે એ બોલાવે છે….જે એના પ્રેમી છે..એમ કે અમે કરમાઈ જઇએ એ પહેલા તું આવ…ટૂંકમાં…કોઈ પ્રેમી એની પ્રેમીકા ને સાદ દે છે..કે મારા પ્રાણ જાતા રે એ પહેલા…આવી જા..મારી આંખો તારી રાહ જોઈ રહી છે..પ્રેમની દુહાઈ આપે છે….બરાબર???my speacker was nt working.એટલે તે આ ગીત મુક્યું એમા હું મોડી પડી….

 7. December 22nd, 2007 at 10:09 | #7

  આ કોઈ gujju movie માં પણ છે કદાચ.મે જોયું લાગે છે..અને બહુ tipical music છે..હે ને????કોઈ heartly બોલાવે છે.સુરેશ ભાઈ એ પુછ્યું છે…મે વાચ્યું…એમને કેજે…ફરમાઈશ કરનારની આ ગીત માટે આ ઉપર પ્રમાણેની phylosophy છે…

 8. December 22nd, 2007 at 22:23 | #8

  દિગીશા,

  આ ગીત ફિલ્મ મેરુ-માલણનું છે. જ્યાં સુધી મને યાદ છે ફિલ્મમાં નાયક(નરેશ કનોડીયા) નું નામ મેરુ હતું. ગુજરાતીમાં મેરુ શબ્દનો અર્થ થાય છે ઊંચામાં ઊંચો ગણાતો પર્વત. એ સીવાય મેરુ શબ્દનો કોઈ અન્ય અર્થ થતો હોય એવું ધ્યાનમાં નથી. એટલે પ્રર્વત (મેરુ) માલણ (ફૂલ વિણનાર) ને બોલાવતો હોય એવો ભાવ નીકળે જે અહીં બહુ પ્રસ્તુત થતો નથી. હા એક પ્રેમી એની પ્રેમીકાને બોલાવ છે એવો ભાવ તો ગીતમાં દેખીતો છે જ પણ મેરુ અને માલણ વચ્ચેનો સંબંધ સમજી શકાતો નથી. દાદા કદાચ આટલી ચર્ચા બાદ વધુ પ્રકાશ પાડી શકે.

 9. Ketan
  July 16th, 2008 at 05:40 | #9

  Great song….Niraj is right. This song is from the 1985 movie – Meru Malan directed by Mehul Kumar….Meru (Naresh Kanodia – Amitabh of Gujarati Cinema) is the Hero of the movie and Malan (Snehlata – Madhuri Dixit of Gujarati Cinema) is love of his life…..I believe the song is picturised when Malan becomes unconscious (can’t remember why, may be a snake bite..???) and Meru is trying to wake her up…..

  I have a very vague memories of this movie…I could be wrong about the whole thing though.

  But beautiful lyrics….one of the gems of gujarati music collections….

 10. July 17th, 2008 at 12:07 | #10

  can you upload…” Patan thee patoda..moklavjoo…”

 11. Baldev
  July 26th, 2009 at 20:51 | #11

  Dear Nirajbhai, I think you have reading problem. It is very clearly mentioned above that this songs is sung by whom and who is the composer etc.I think it is an insult to an artist to write like this, when everyone who’s that it was once upon a time hit songs…….Stop commenting like this

 12. Baldev
  July 26th, 2009 at 20:53 | #12

  With age, it is notmal to have a vague memory, so take it easy

 13. zoobin
  October 11th, 2010 at 15:08 | #13

  મારા ભાઈ ખરે ખર તમે ખુબજ મહેનત કરી છે હું તમેરી મહેનત ને કોઈ શબ્દો થી નથી દર્શાવી શકતો હું તો ખુબજ નાની ઉમર નો છું પણ તમે મારું મન જીતી લીધું છે. મારે એક ગીત સાંભળવું છે જે જેસલ તોરલ નું છે પાપ તારું ને પર્તાશ જાડેજા જોતામે મારી આ ફર્માંહીસ પૂરી કરો તો હું આપ નો આભારી રહીશ અંદ ફરી તમે ખુબજ મહેનત કરી છે અને આ મહેનત ને હું આગળ વધારવા માટે અગર કઈ પણ કરીશાકું તો મને જણાવશો મારું email id : zooobin@yahoo.com છે હું પોતાને ખુબજ નસીબદાર સમજીશ આભાર …..
  ઝૂબીન કોઠાવાલા

 14. June 27th, 2014 at 10:58 | #14

  ખુબ સુંદર છે. મને ગુજરાતી ગીતો સાંભળવાનું ખુબ ગમે છે. જુના ગીતો ગીતો મારો પ્રથમ પ્રેમ છે. આજની તારીખે પણ હું જુના ગુજરતી ગીતો પાછળ પાગલ છું. અવિનાશ વ્યાસ મારા ફેવરીટ સંગીતકાર છે. મારી એક ફરમાઇશ છે કે ગુજરાતી લગન ગીત “આવી રૂડી આંબલીયાની ડાલ બેસીને કોયલ ક્યાં બોલે રે ” આ ગીત મને સંભાળવા મળશે તો હું આપનો આભારી રહીશ.

 1. No trackbacks yet.