છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા

આલ્બમ: અસ્મિતા

સ્વર: મનહર ઉધાસ



છલકતી જોઈને મોસમ તમારી યાદ આવી ગઈ,
હતી આસુંથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કૉલ દિધાં ‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઈ.

નિહાળ્યો જ્યાં કોઈ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ તમારા સમ, તમારી યાદ આવી ગઈ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઈ.