Home > અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગીત, પન્ના નાયક, વિદેશિની > અમને જળની ઝળહળ માયા – પન્ના નાયક

અમને જળની ઝળહળ માયા – પન્ના નાયક

આલ્બમ:વિદેશિની
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા..

લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે,
ચકળવકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા..

વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને મનમોજીલું વલખે
અલકમલકના રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયા..

Please follow and like us:
Pin Share
  1. Anand Sutaria
    July 31st, 2011 at 17:14 | #1

    vary nice song. written and sung too…..

  2. August 16th, 2011 at 07:08 | #2

    વાહ, ક્યા બાત હૈ !!!

  3. September 6th, 2011 at 18:49 | #3

    I am not able to play anything. I am not getting the red arrow that I can click on. Can you please help? Thanks.

  4. Lalit Nirmal
    March 28th, 2012 at 16:50 | #4

    શબ્દોમાં સરળતા અને ઊંડાણ સ્પર્શી ગયા. ગીત સુંદર લખાયું છે તો સ્વરાંકન અને સુંદર રીતે ગવાયું પણ
    છે. અતિ સુંદર
    લલિત નિર્મળ

  5. harendra shah
    April 6th, 2016 at 10:16 | #5

    શબ્દોને અનુરૂપ સ્વરાંકન. ખુબ સુંદર

  1. No trackbacks yet.