આલ્બમ: મારા હૃદયની વાત

સ્વરકાર: સોલી કાપડિયા

સ્વર: સોલી કાપડિયા



આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે,
છે સાથ તારો આજે છતાં મન ઉદાસ છે.

ઢળતા સુરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.

હાથોમાં લઈને હાથ બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.

થાશું જુદાં ફરી અને મળશું ફરી કદી,
મિલનમાં હસતી આંખોમાં કીકી ઉદાસ છે.

પૂજ્યા’તા દેવ કેટલાં તેં પામવા મને,
દઈ ના શક્યો વરદાન પ્રભુ પણ ઉદાસ છે.