Home > કવિતા કૃષ્ણમૂર્તિ, ગીત, માધવ રામાનુજ > સગપણ સાંભર્યું – માધવ રામાનુજ

સગપણ સાંભર્યું – માધવ રામાનુજ

સ્વર: કવિતા કૃષ્ણમુર્તિ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ; સગપણ સાંભર્યું.

Please follow and like us:
Pin Share
  1. May 15th, 2008 at 11:12 | #1

    કવીતા કૃષ્ણમુર્તીને ઘણા સમય પછી સાભળ્યા

  2. pragnaju
    May 15th, 2008 at 19:54 | #2

    માધવ રામાનુજનાં સુંદર શબ્દો અને સ્વર કવિતા કૃષ્ણમુર્તિનો
    એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
    સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
    મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
    આ ફ રી ન

  3. May 17th, 2008 at 11:33 | #3

    કવિતાના અવાજમાં માધવની કવિતા……. અદ્.ભૂત !!

    સ્વરકાર ? મરાઠી મ્હેક આવે છે.

  4. vipul acharya
    August 3rd, 2008 at 09:17 | #4

    સગપન નિ સ્વર રચ્ ના ગૌરાન્ગ વ્યાસ્.

  5. Manu Patel
    September 8th, 2008 at 00:09 | #5

    નિરજભાઇ:
    છેલ્લિ કદિ અને કવિતાબેન્નઓ સુન્દેર અવાજ.
    ખુબ આભાર.
    ઁઅનુ

  6. ભીમભાઈ નંદાણિયા
    November 4th, 2017 at 05:08 | #6

    મૃદુ, સુંવાળા સંબંધોનું અણમોલ ગીત.
    શબ્દ અને સૂરનું સાયુજ્ય – ઉત્તમ.
    બસ, હવે સાંભળ્યા જ કરું…

  1. No trackbacks yet.