Home > અવિનાશ વ્યાસ, ગીત, મુકેશ > ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

August 12th, 2008 Leave a comment Go to comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઈને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

નાટક કરું છું જે હું નથી તે હું થઈને,
મરું છું કોઈ વાર મીઠું ઝહર લઈને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

Please follow and like us:
Pin Share
  1. August 12th, 2008 at 08:52 | #1

    ખુબજ સુન્દર આ રચના અને મુકેશ નો સ્વર

  2. pragnaju
    August 12th, 2008 at 15:47 | #2

    શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું,
    ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.
    હસ્તી નથી એની જ હસ્તી ધારી લઈને,
    બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને,
    વાહ
    મધુરી ગાયકી

  3. Babu
    August 12th, 2008 at 16:48 | #3

    vary vary good rachana. hope we get more and more like this. i am try to write in gujrati but some words are difficult.
    thank you very much.

  4. August 12th, 2008 at 19:28 | #4

    નાટક કરું છું જે હું નથી તે હું થઇનેં
    -વાહ !
    ખોખલાં મુખોટાના આવરણ ઓઢીને દેખાડો કરતાં ફરતાં રુપાળા છળ ના ગાલે તમાચો !!!!!!!

  5. August 13th, 2008 at 03:57 | #5

    ખુબ સુન્દર રચના છે.
    ઘણા વખત પછી આ ગીત સમ્ભલવા મલ્યુ.
    મુકેશ નો સ્વર અને મીઠો સ્વર,અને સન્ગીત્ સરસ.
    બધુજ સરસ હોય તેવુ ઘણુ ભાગ્યેજ બને.
    બધુ જ સરસ છે.
    આભાર.

  6. Ravi Acharya
    August 14th, 2008 at 08:15 | #6

    The eternal chase of mirage by us is beautifully narrated. I throughly enjoyed it. Thanks!!

  7. Kokil.Bhagat.
    July 3rd, 2016 at 10:04 | #7

    Avinash Vyasji Ni Tamam Rachanao n Bandisho Ajar Amar Raheshe.
    JAISHREE KRISHNA.

  1. No trackbacks yet.