Home > અંકિત ત્રિવેદી, ગીત, પાર્થિવ ગોહિલ > પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે…

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે…

March 16th, 2008 Leave a comment Go to comments

સ્નેહી મિત્રો,

આજે ૧૬ માર્ચ, રણકારનો જન્મદિવસ. બરાબર એક વર્ષ પહેલા આજનાં જ દિવસે રણકાર એક બ્લૉગ સ્વરૂપે શરૂ કરેલો. રણકાર જ્યારે બ્લૉગરૂપે શરૂ કર્યો ત્યારે એ આટલો રણકશે એવી ખબર ન હતી. પણ એને વાચકોનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો અને રણકાર એક બ્લૉગમાંથી સ્વતંત્ર વેબસાઈટ બન્યો. મારી આ સફરમાં દેશ-વિદેશથી અસંખ્ય વાચકોએ મુલાકાત લીધી. તેમનાં અમૂલ્ય પ્રતિભાવો અને માર્ગદર્શન વગર રણકારને સતત ચાલુ રાખવાનું શક્ય બન્યું ના હોત. રણકારે અંગત રીતે મને આનંદ આપ્યો જ છે પરંતુ જોડ જોડે ગુજરાતી બ્લૉગ જગતનાં ભાગરૂપ બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. આ એક વર્ષ દરમ્યાન ગુજરાતી બ્લૉગ જગતમાં ઘણા મિત્રો મળ્યા અને તેમનો સહકાર અને માર્ગદર્શન પણ મળ્યું. પ્રથમ વર્ષગાંઠે હું સૌ વાચકો અને મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ આગળ પણ મારા આ સફરમાં આપ સૌનો પ્રેમ અને સહકાર મળતો રહે તેવી અભ્યર્થના છે.

આજનાં આ પ્રસંગે હું આભારી છું મારા માતા-પિતાનો જેમણે એક ગુજરાતી હોવાનું ગૌરવ મને આપ્યું. નાનપણથી જ મને ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે જોડાયેલો રાખ્યો. તેમનાં સતત પ્રોત્સાહન અને આશિર્વાદ વિના આ શક્ય ન બન્યું હોત. આજે આ બ્લૉગને હું તેમનાં પુનીત ચરણોમાં અર્પણ કરું છું.

પ્રથમ વ્રર્ષગાંઠ નિમિત્તે સાંભળીએ મારું ખૂબ જ ગમતું એક ગીત ..

સાત સૂરોનાં સરનામે – અંકિત ત્રિવેદી

સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાત સૂરોનાં સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં.

તમને કહું છું કે ‘સા’ માંથી સાંજ મઝાની કાઢો,
ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો,
યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..

ગીત ગઝલમાં ગગન ઉમેરી ઊડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો, રસભર છે જીવન,
રોમ-રોમમાં જે અજવાળે એ દિવડાં પ્રગટાવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..

સાત સૂરોનાં સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં.

Please follow and like us:
Pin Share
  1. March 15th, 2008 at 21:04 | #1

    પ્રથમ વર્ષગાંઠ નિમીતે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ….

  2. March 15th, 2008 at 21:08 | #2

    ખૂબ સરસ ગીત છે …આવી જ રીતે સૂર શબ્દ ના સથવારે રણકતા રહો ….

  3. March 16th, 2008 at 01:00 | #3

    સૌ પહેલા તો આપને હર્દિક વધાઇ.. આમજ રણકતા રહેજો… ખુબ જ સરસ ગીત છે.. અંકિતજી ની રચના હોય એટલે કહેવું જ્ ના પડે ને..!! happy b’day to uu….happy b’day to u…happy b’day to DEAR RANKAAR..happy b’day to u…yeeeeeehhhhhhhh…. 🙂

    Dear Rankaar,

    સાત સુરો નાં સરનામે તમે અમને મળવા આવ્યા,
    વાત મજાની કરી આપે, અમને સુરો ને મળાવ્યા.
    વાર-તહેવાર ના દરેક રંગ ને આપે ખુબ સજાવ્યા,
    શુભેચ્છાઓ નો ગુલદસ્તોઆ અમે તમને દેવા આવ્યા.
    🙂 આપને ખુબ ખુબ શુભેચ્છા. 🙂

  4. March 16th, 2008 at 02:06 | #4

    ખુબ ખુબ અભિનઁદન નીરજ ભાઇ..
    ખુબ ખુબ શુભેછ્છાઓ

  5. Dharini
    March 16th, 2008 at 04:31 | #5

    નિરજભાઇ,

    સૌ પ્રથમ તો..રણકાર ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન..
    અમે તમારા આ સાત સૂરો ના સરનામા સમા રણકાર પર કાયમ મળતાં જ રહીશું….
    અને આપને અમારો સૂરીલા સાથ હંમેશા આપતા રહીશું….
    તમે સહુનું જીવન આમજ રસભર બનાવતા રહો એવી અભ્યર્થના, શુભેચ્છા, આશિષ સાથે….

    ધારિણી…

  6. March 16th, 2008 at 04:52 | #6

    રણકારને, રણકતી પ્રથમ વર્ષગાઁઠની ખૂબ-ખૂબ શુભકામનાઓ.

  7. Ramesh Shah
    March 16th, 2008 at 05:24 | #7

    સૌથી વધુ ગમી એક વાત-‘રણકાર’ ની વર્ષગાંઠે મા-બાપને યાદ કરીને એમનો આભાર માન્યો અને એ પણ એટલા માટે કે ગુજરાતી હોવાનું ગૌરવ એમણે આપ્યુ. ખુબ ખુબ ધન્યવાદ.આવીજ સુંદર ભાવનાઓ ના સથવારે ખુબ આગળ વધો એવા આશિર્વાદ.

  8. March 16th, 2008 at 05:41 | #8

    thanks niraj
    to give a such a valuable site

  9. March 16th, 2008 at 06:33 | #9

    પ્રિય નીરજ,

    રણકારની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ…

    અભિનંદન….

    નિતનવા સોપાન સર કરો એવી અંતરેચ્છા…

  10. March 16th, 2008 at 11:15 | #10

    સૌપ્રથમ વધાઈ અને અભિનંદન!

    શુભેચ્છા સહ…

  11. March 16th, 2008 at 13:01 | #11

    hiiiii….happy b’day to u….”rankaar” tane mari gifty mali???ke nahi??aaj na day par tane khub badhi wishes..mara taraf thi…

    dear niraj…amaj aa sangeet no baag tu sajavato re ane ema ame latar marava avata rahie..bass…

    “જાહેરમાં કહું છું પણ ખાનગી માનજો..
    આમજ આપણી મિત્રતા કાયમ રાખજો..”

    good byeeeeee

  12. March 16th, 2008 at 14:04 | #12

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
    આજના દિવસે આપણે સૌ સાથે રહી મનાવ્યો
    તેનો ઘણો આનંદ…. !!

    પણ party ??!!!

  13. March 16th, 2008 at 16:06 | #13

    પ્રિય નીરજ, સુંદર સૂરીલું ગીત… એમ તો પાર્થિવનો સ્વર અને અંકિતના શબ્દો હોય એટલે એમાં કાંઇ કહેવાપણું જ ના હોય!!

    રણકારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક રણકતી શુભેચ્છાઓ…

    ખૂબ ખૂબ અભિનંદન…

    રણકારનો રણકાર આ સાત સૂરોના સરનામે કાયમ રણકતો જ રહે એવી અભિલાષા.

  14. Mausami
    March 16th, 2008 at 17:31 | #14

    Nirajbhai…………….congratulations………………
    On 1st b’day of Rankar…………………

  15. March 16th, 2008 at 18:18 | #15

    khuba khub abhinandan niraj bhai

  16. mukesh thakkar
    March 16th, 2008 at 18:31 | #16

    અભિનન્દન્……………………………………….યુગો યુગો……….

  17. mukesh thakkar
    March 16th, 2008 at 18:35 | #17

    આજે ગીતનો સગીતનો જનમદિવસ્………………………….તેનો આ રણકાર્.

  18. March 16th, 2008 at 20:04 | #18

    sundara rachna..

  19. March 16th, 2008 at 20:53 | #19

    🙂 congo…:-) brk…lol..

  20. સુરેશ જાની
    March 17th, 2008 at 06:27 | #20

    મારા હાર્દીક અભીનંદન – બહુ જ આનંદ થયો.
    રણકાર ઉપર ઘણા ગીતો પહેલી જ વાર સાંભળવા મળ્યાં છે.

  21. March 17th, 2008 at 06:43 | #21

    ખુબ ખુબ અભિનઁદન નિરજભાઇ. આપના બ્લોગ ની વર્ષગાઁઠ નિમિતે ખુબ ખુબ અભિનન્દન. આમજ હઁમેશા આપના વિચારો અને જ્ઞાન ને સતત ફેલાવતા રહો અને તેનો “રણકાર” હઁમેશા સૌના હ્રદયમા ગુઁજતો રહે એવી અભ્યર્થના.
    -જાદવ ચન્દ્રકાન્ત.

  22. March 17th, 2008 at 11:20 | #22

    ‘રણકાર’ ને પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

    કેતન

  23. March 17th, 2008 at 14:58 | #23

    અભિનંદન ………..અંતરના ઊંડાણેથી ……….

  24. March 18th, 2008 at 06:02 | #24

    Congrates on first Birthday of Rnakar.
    Keep it up
    we wish more and more from u.

  25. mukesh thakkar…aamarkolkata@gmail.com
    March 18th, 2008 at 20:00 | #25

    સરસ…………………………………………………..શબ્દો………સ્વર્………..મલ્યા.

  26. March 25th, 2008 at 16:26 | #26

    અભિનઁદન અને શુભેચ્છાઓ.

  27. dilip nanji
    April 5th, 2009 at 19:21 | #27

    you are on the way up there…

  1. No trackbacks yet.