સ્વર: નારાયણ સ્વામી
0:00 / 0:00
શ્યામ વિના વ્રજ સૂનું લાગે,
ઓધવ હમકો ન ભાવે રે.
વિકટ દિસે યમુના કિનારો,
વસમો લાગે વનરાવન સારો;
અતિ તલખે જીવ અમારો,
મોહન કૌન મિલાવે રે.
શ્યામ વિના વ્રજ સૂનું લાગે..
ચિત હમારો ગયો ચુરા કે,
મોહન મીઠી વેણુ બજાકે;
પહેલે હમસે પ્રીત લગાકે,
રઝળતી મેલી વ્હાલે રે.
શ્યામ વિના વ્રજ સૂનું લાગે..
હાલ હમારા શ્રીકૃષ્ણ કો કીજે,
યાદવરાય કો સંદેશો દીજે;
હમ રંક પર રીસ ન કીજે,
કરુણા સિંધુ કહાવે રે.
શ્યામ વિના વ્રજ સૂનું લાગે..
રોવન લાગી વ્રજ કી નારી,
સકલ જગત કે કાજ બિસારી;
હાર્યો પ્રભુ કે ચરણ બલિહારી,
દિલ મેં ધ્યાન લગાવે રે.
શ્યામ વિના વ્રજ સૂનું લાગે..