Home > કવિતા કૃષ્ણમૂર્તિ, ગીત, તુષાર શુક્લ > હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

August 29th, 2008 Leave a comment Go to comments

સ્વર: કવિતા કૃષ્ણમૂર્તિ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.
મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    August 29th, 2008 at 16:03 | #1

    કવિતાના સ્વરમા તુષારના શબ્દોની મધુર ગાયકી

  2. kedar
    August 30th, 2008 at 10:03 | #2

    ખુબ સરસ ગીત. ખુબ સરસ શબ્દો. દિલ થિ નિકળેલા સૂર.

  3. MALAY
    August 30th, 2008 at 12:30 | #3

    હિ

  4. August 30th, 2008 at 19:06 | #4

    ખૂબ સરસ.

  5. Bhargav
    September 1st, 2008 at 04:54 | #5

    ઘણુ જ સુઁદર ગીત છે.

  6. September 11th, 2008 at 19:17 | #6

    Meghly shyamal ek Rate, Sajan Mari Pritadi, Hun To Lajamni Dali hear and enjoy any song, every song do not require any recommandation. All are it self sweet, musical, meaningful and effactionate.
    ALWAYS LOVE TO ENJOY

  7. Sheetal
    October 7th, 2008 at 15:45 | #7

    અતિ સુન્દર ગીત! દરેક નવોદધા માતે આ ગીતના શબ્દો જાને પીયરનુ સમ્ભારનુ લાગે ૬એ. A very touchy song for the bride, her parents & the groom as well.

  8. August 26th, 2009 at 15:06 | #8

    આ ગિત મારા હ્દયને ર્સ્પસિ ગયુ.ઉત્તમ……………………….!

  1. No trackbacks yet.