આલ્બમ: અભિષેક
સ્વર: મનહર ઉધાસ
0:00 / 0:00
તારી હો વેદના તે સહન થઇ શકે ભલા
એ વેદના જ નોહતી અમે જે ખમી ગયા;
આ સૌને પ્રેમ કરવાને લિધો તો મે જનમ
વચમાં તમે જરાક વધારે ગમી ગયા.
કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…
વિચારોમાં મારા સદાયે વસો
છતાંયે કદિ ક્યાં મળો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…
સ્મરણ બસ તમારું કરું રાત-દિન
નયનનાં ઝરુખે રહો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…
ગુનો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…
હ્રદય પર મુકી હાથ સાચું કહો
કદી યાદ મુજને કરો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…