જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે – બાલુ પટેલ

સ્વર: આશિત દેસાઈ



જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

નોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,
વાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે !

સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,
પીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.

બાલુની વિધ્નો વિષેની ધારણા ખોટી પડી,
મિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે!
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.