આલ્બમ: અનુરાગ
સ્વર: મનહર ઉધાસ
માની શકો ના એવી કથા થઈ ગયો છું હું,
તારા વિનાય જિંદગી જીવી ગયો છું હું.
આવી જશે, આવશે કાલે નહીં કદી,
એવા ઘણા ઝાંઝવા ઝીરવી ગયો છું હું.
સૂરજ વિષેનો ભાસ તો શાયદ થયો તો પણ,
આંખો મીંચી શહેરથી નીકળી ગયો છું હું.
તારી ગલીની રાહ એ ઘટના નથી હવે,
કોને કહું કે ક્યારનો અટકી ગયો છું હું.
મૃત્યુ વિષેની વાત તો કૈલાસથી છે,
રસ્તામાં અર્ધે આવતાં થાકી ગયો છું હું.