મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક

સ્વર: પ્રફુલ્લ દવે, હર્ષિદાબેન રાવળ



મારો સોનાનો ઘડૂલો રે
હા પાણીડા છલકે છે.
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે..

પંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

અંગે અંગરખું વ્હાલાને બહુ સોહે રાજ
કમખે રે આભલા ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

રેશમી ચોરણો વ્હાલાને બહુ સોહે રાજ
મશરૂનો ચણીયો ચટેકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

દલડાની ડેલીએ વ્હાલાનું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..