દશા મારી – અમૃત ‘ઘાયલ’

આલ્બમ: આનંદ

સ્વર: મનહર ઉધાસ



નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું દિલ મારા
બહુ મુશ્કેલ છે ‘ઘાયલ’ માંથી ‘અમૃતલાલ’ થઇ જાવું

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે
દશા મારી….

નથી એ રાખતા કંઇ ખ્યાલ મારે કેમ કહેવાયે
નથી એ રાખતાતો કોણ મારો ક્યાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દિવાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….