Home > ગીત, તુષાર શુક્લ, સૌમિલ મુન્શી > તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ

તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ

November 4th, 2008 Leave a comment Go to comments

સ્વર: સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

Please follow and like us:
Pin Share
  1. November 4th, 2008 at 15:14 | #1

    અદ્.ભૂત શબ્દો …..

    મારું પ્રિય ગીત !!

    સુંદર ગાયકી ….

    `

  2. Prabha Pankhania
    November 4th, 2008 at 18:38 | #2

    ખુબ સ્રરસ્

  3. pragnaju
    November 4th, 2008 at 21:05 | #3

    તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
    એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
    મઝાનું ગીત

  4. Rajesh
    November 5th, 2008 at 09:11 | #4

    સૌમિલ ઇસ વેર્રી નાઇસ ! મારુ ગમ્ત્તુ ગીત ! નાની એ(અશ્વિન મેહ્તા ) પન આ સરસ ગાયુ ચે !

  5. Nil
    November 5th, 2008 at 18:14 | #5

    કોઇ આ કવિતા નો અર્થ સમજાવશે ?

  6. Captain Nidhish Dalal
    November 6th, 2008 at 02:13 | #6

    ખુબજ સરસ ગીત લખાયુ છે.કવિની વિચાર શક્તી ને સલામ. જેટલુ સરસ ગીત છે એટલુજ
    સરસ ગવાયુ પણ છે.બન્નેને સલામ.

  7. Piyush
    November 6th, 2008 at 22:47 | #7

    Tushar Sukla – we love you!! you are amazing!! and you have got such a telented Musician brothers to represent your work.

  8. Naishadh Pandya
    November 19th, 2008 at 14:26 | #8

    મજા આવિ ગઇ.

  9. December 17th, 2008 at 19:49 | #9

    How Nice,I like to hear this song every day.this made my whole day very nice.

    Thank you very much for this website.

  10. June 6th, 2009 at 13:14 | #10

    તુષારજી…
    તમે તો નિરાધારપણામાં બળવાના, રઝળવાના,રખડવા, ભટકવાના અવસર ટાણે તમે એને અલ્લાને હવાલે કરીને આધાર આપી દો છો.
    જરા લડખડવા દો, છાતીમાંથી ચિસો નિકળવા દો. ટેકાઓ આઘા કરો… એને કરમબળ્યાની શૃંખલામાં ન નાખો.

  11. tushar solanki
    December 10th, 2013 at 06:38 | #11

    હ્રુદયમાં શાતા વળી ગઇ

  1. December 2nd, 2009 at 13:05 | #1