આલ્બમ: શ્રદ્ધા સુમન
સ્વર: નિશા ઉપાધ્યાય
એક પંખી આવીને ઉડી ગયું,
એક વાત સરસ સમજાવી ગયું.
આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રેહવાનું છે
ખાલી હાથે આવ્યા એવાં ખાલી હાથે જવાનું છે
જેને તેં તારું માન્યું તે તો અહિં નું અહિં રહી ગયું
એક પંખી આવીને….
જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ઉડી જા તું
સગા-સબંધી માયા-મૂડી સૌ મૂકી અલગ થા તું
એકલવાયું આતમ પંખી, સાથે ના કંઇ લઇ ગયું
એક પંખી આવીને….
પાંખોવાળા પંખીઓ જે ઉડી ગયા આકાશે
ભાન ભુલી ભટકે ભવ રણમાં માયા મૃગજળના આશે
જગતની આંખો જોતી રહી ને પાંખ વીના એ ઉડી ગયું
એક પંખી આવીને….
ધર્મ પૂણ્યની લક્ષ્મી ગાંઠે સત્તરમાનો સથવારો
ભવસાગર તરવાની વાતે અન્ય નથી કોઇ આરો
જતાં જતાં પંખી જીવનનું સાચો મર્મ સમજાવી ગયું
એક પંખી આવીને….