આલ્બમ: આસ્થા

સ્વર: કલ્યાણી કવઠાલકર



મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી,
એ જી એને પડતાં ન લાગે જો ને વાર.

એને પ્રેમનાં રે ખાતર પુરાવજો,
એની પાળ્યું પહોંચી પિયાની પાસ.

એને સતનાં પાણીડાં સિંચાવજો,
એની મૂરત સૂરત પાણિયાર.

એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમરફળ કહેવાય.

કહે રે રવિ ગુરુ ભાણને,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર.