આલ્બમ: સમન્વય ૨૦૦૮
સ્વર: ઓસમાન મીર
0:00 / 0:00
આમ તો હર એક ભીતર રામ છે,
એજ ઈશ્વર કે ખુદા બસ નામ છે.
નૂર તારું જળહળે છે ચૌદિશે,
એજ કાબા એજ કાશી ધામ છે.
ના બને કંઈ તું ફકત માનવ બને,
તો પછી આનંદ ગામ ગામ છે.
તું લખાવે એજ તો ‘ચાતક’ લખે,
આ ગઝલમાં ફક્ત મારું નામ છે.