મદિરા – મરીઝ

April 22nd, 2009 Leave a comment Go to comments

સ્વર/સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નથી કોઈ તારામાં વિધિ મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.

સતત કરવા પડતા સુરાલયનાં ફેરા,
નિરાંતે કદી મેં ના પીધી મદિરા.

‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું,
ફળોમાં, અનાજોમાં પીધી મદિરા.

Please follow and like us:
Pin Share
 1. April 22nd, 2009 at 10:30 | #1

  માફ કરજો નીરજભાઈ!
  ગઝલનાં ભાવને અનુરૂપ સ્વર કે સ્વરાંકન નથી લાગ્યું,માત્ર ઉપરછલ્લું જ લાગ્યું,હ્રદયસ્પર્શીતાથી ઘણે દૂર.
  સાંભળીએ અને તરત વાહ..!જેવી લાગણી થાય એ થઈ જ નહીં…..
  આ મારો અંગત અભિપ્રાય છે,જરૂરી નથી કે બધાનો પણ એજ હોય.
  ડો.મહેશ રાવલ

 2. Bharat Atos
  April 22nd, 2009 at 12:45 | #2

  મરીઝ સાહેબની ગઝલ ગમી.

 3. યશાંગ
  May 16th, 2011 at 18:21 | #3

  અપ્રતિમ
  મરીઝ સાહેબ હંમેશા અકસીર હોય છે

 4. sagar kansagra
  March 11th, 2016 at 21:36 | #4

  wah jamavat

 5. Palash
  April 12th, 2017 at 16:28 | #5

  ડો.મહેશ રાવલ સાહેબ ને હું ખુબ ધન્યવાદ આપું છું..આજે એમના જેવા શ્રોતાઓ ની ગુજરાતી સુગમ સંગીત ને ખુબજ જરૂર છે..ગઝલ એ માત્ર લખનાર માટેજ ગીત થી જુદી નથી..તે સ્વરકાર માટે પણ એટલુંજ અગત્યનું છે..કે તે ગઝલ ને ગીત થી જુદી તારવે ઘણી વાર લોકો સુધી પહોંચવામાં દિલ સુધી નથી પોહચતુ..

 6. Prakash Patel
  July 10th, 2023 at 21:44 | #6
 1. No trackbacks yet.