તું રાધા કેમ રીસાણી..

સ્વર: ભાસ્કર શુક્લ



તું રાધા કેમ રીસાણી છે, તારી આંખ કેમ ભીંજાણી,
તું મનમાં કેમ મુંઝાણી છે, તારી આંખ કેમ ભીંજાણી.

કહે કડવા વેણ કહ્યાં તુજને, તારા મનનું દુ:ખ તું કહે મુજને
તું દિલમાં કેમ દુભાણી છે, તારી આંખ કેમ ભીંજાણી.

વ્રજ નારી ઘણી છે મતવાલી, તે સૌ માં તું મુજને વ્હાલી,
મારા હ્રદય કમળની તું રાણી છે, તારી આંખ કેમ ભીંજાણી.

તને બંસી ગમે તો બંસી દઉં, જીવનભર તારો થઇ ને રહું,
તારી વેણી કેમ વિખાણી છે, તારી આંખો કેમ ભીંજાણી.

તારા આસુંડા હું લુછી નાખું, તારું નામ સદા આગળ રાખું
એ સાચી મારી વાણી છે, તારી આંખ કેમ ભીંજાણી

રાધાને રીઝવી ગાવિંદનાથે, વા’લા રાસ રમ્યા સૌની સાથે,
એવી પ્રિત પ્રભુની પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી.