Archive

Click play to listen all songs in ‘કૈલાસ પંડિત’ Category
This text will be replaced by the flash music player.

ક્યારે પૂરા થશે મનના કોડ – કૈલાસ પંડિત

October 1st, 2007 3 comments

સ્વર: ઉર્મિશ – વૈશાલી મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હો.. ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો.. મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હો.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો.. મારો ગુલાબનો છોડ

આંખ્યુંની વાત હવે હોઠોં પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હો.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો.. મારો ગુલાબનો છોડ

હો.. લેને પુરા કીયા મનનાં કોડ
કે રાજવંત તું ચમેલી હું ચંપાનો છોડ

taintedsong.com taintedsong.com taintedsong.com

કહેતાં જે દાદી વારતા – કૈલાસ પંડિત

August 14th, 2007 1 comment

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“હતી દ્રષ્ટિ પરંતુ એમાં કંઈ રંગીનતા નો’તી,
હ્રદય શું છે મને એ વાતની કંઈ કલ્પના નો’તી,
તમારા સમ તમે આવ્યા જીવનમાં એની પેહલાં તો
પરીઓની કથાઓ પર, જરાયે આસ્થા નો’તી.”
                                            – સૈફ પાલનપુરી

કહેતા જે દાદી વારતા, એવી પરી છે દોસ્ત
આંખોમાં એની યાદની મહેફીલ ભરી છે દોસ્ત

પાદરની ભીની મહેકથી ભીનો હજીયે છું
ખળખળ નદી આ લોહીની નસમાં ભરી છે દોસ્ત

એઓ ખરા છે આમ તો, એ તો કબુલ પણ
મારીય વાત આમ જુઓ તો ખરી છે દોસ્ત

‘કૈલાસ’ એને ભૂલવું સંભવ નથી છતાં
ભૂલી જવાની આમ તો કોશીશ કરી છે દોસ્ત

taintedsong.com taintedsong.com taintedsong.com

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

June 15th, 2007 9 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
—————————————————
જો મારી ભુલ ના થતી હોય તો આ મનહર ઉધાસ ના કંઠે ગવાયેલી પહેલી ગુજરાતી ગઝલ છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

May 14th, 2007 46 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

taintedsong.com taintedsong.com taintedsong.com