કાયાને સરનામે…

January 25th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: આસ્થા
સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કાયાને સરનામે આવ્યા હરિનાં કાગળીયા,
તેડાવે તને તારો શ્યામ..
ઊડી જા ઊડી જા પ્રાણનાં પારેવડાં,
પારકા મલકમાં હવે તારે રહેવાનું શું કામ..

એક જ ફૂંકની ઉપજ-નીપજ આ એકજ ફૂંકનું સર્જન,
આંખ ઉઘાડી મીંચો ત્યાંતો સર્જનનું વિસર્જન,
હે.. આવન-જાવન કરે કાફલો સદા આમને આમ..
ઊડી જા ઊડી જા…

સોના જેવા સોનાની પણ પત્થર કરે કસોટી,
એક જ પળમાં વિંધાઈ જતું મોતી જેવું મોતી,
હે.. હવે છેટું નથી રે તારું ગામ..
ઊડી જા ઊડી જા…

મૃગજળનાં જળ પી પી ને તરસ્યું છીપાવી જાણી,
દુનિયાનાં દાવાનળમાં જાત જલાવી જાણી,
કંટકછાયી કેડી માથે કાયાને ચલાવી જાણી,
કોઈનું કલંક માથે લઈને આબરૂ અભડાવી જાણી,
હે.. જીવડા તારી વાટડી જુવે તારો આતમ રામ..
ઊડી જા ઊડી જા…

Please follow and like us:
Pin Share
  1. January 25th, 2008 at 14:29 | #1

    એકદમ કરુણ રચના………

  2. સુરેશ જાની
    January 25th, 2008 at 14:58 | #2

    પહેલી જ વાર આ ગીત સાંભળ્યું. બહુ જ ભાવવાહી છે.
    પાર્થીવને અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામમાં સાંભળ્યો હતો. બહુ જ શક્તીશાળી ગાયક અને સંગીતકાર છે.

  3. January 31st, 2008 at 02:52 | #3

    PARTHIV WILL PUT MUSIC TO MIND OF MANY LISTENERS.

  4. February 19th, 2008 at 14:07 | #4

    આ વાત સમજવા છ્તાંય પારકા મલકનો મોહ ક્યાં છૂટે છે?

  1. No trackbacks yet.